સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર હેર કટિંગ સલૂન ચલાવતા રવિનભાઈ જાદવ અને તેમની ટીમે 23 માર્ચ – શહીદ દિવસ નિમિત્તે માનવતા અને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આર્મીમાં જવાની ઈચ્છા ધરાવતા રવિનભાઈ સંજોગોવશાત જોડાઈ શક્યા ન હતા, પરંતુ તેમણે દેશના વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે છેલ્લા 08 વર્ષથી એક અનોખો સંકલ્પ લીધો છે.
દર વર્ષે શહીદ દિવસે તેમના સલૂનમાં હેર કટિંગ અને શેવિંગ દ્વારા થતી તમામ આવક તેઓ શહીદ પરિવારોના કલ્યાણ માટે દાનમાં આપે છે.
ચાલુ વર્ષે પણ રવિનભાઈ અને તેમના 15 મિત્રોની ટીમે સવારથી સાંજ સુધી સખત મહેનત કરી જે રકમ એકઠી થઈ તે શહીદ ફંડમાં અર્પણ કરી છે.
અત્યાર સુધીમાં તેઓ આ રીતે આશરે 1.5 થી 2 લાખ રૂપિયાની સહાય કરી ચૂક્યા છે. આ ઉમદા કાર્યમાં સ્થાનિક યુવાનો, નિવૃત્ત આર્મી જવાનો અને શહેરીજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને હેર કટિંગ કરાવીને પોતાની યથાશક્તિ રકમ દાનમાં આપી હતી. શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંજલિ આપવાની આ અનોખી રીતને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો…