સુરેન્દ્રનગરના સરકારી પુસ્તકાલયમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ત્રણ દિવસ સુધી લાઈટો બંધ રહી..
સરકારી પુસ્તકાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સ્વખર્ચે લાઇટો નાખી અને ત્યારબાદ કામગીરી પુનઃ રીતે શરૂ કરવામાં આવી..
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સરકારી પુસ્તકાલય આવેલું છે જેમાં સુરેન્દ્રનગરના સરકારી પુસ્તકાલયમાં અંદાજિત 50,000 થી વધુ પુસ્તકોનો સંગ્રહ રાખવામાં આવ્યો છે પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલા સરકારી પુસ્તકાલયમાં વાયરીંગની વારંવાર ખામી સર્જાઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા સરકારી પુસ્તકાલયમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો જેને લઇને ત્રણ દિવસ સુધી લાઇટો બંધ રહેવા પામી હતી જૂની બિલ્ડીંગ આવેલી છે ત્યાં પુસ્તકો નો સંગ્રહ રાખવામાં આવ્યો છે અને સ્થાનિક લોકો અલગ અલગ પ્રકારના પુસ્તકો લેવા માટે પુસ્તકાલયમાં આવતા હોય છે.
જેની નોંધણી પણ કરવામાં આવતી હોય છે પરંતુ વાયરીંગમાં ખામી સર્જાઇ હોવાના કારણે અંધારપટ સર્જાઈ જવા પામ્યું હતું અને ત્રણ દિવસ સુધી કામગીરી બંધ રહેવા પામી હતી. જોકે આ મુદ્દે રજૂઆતો પણ કરવામાં આવી હતી ત્યારબાદ અંતે પુસ્તકાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓએ સ્વેચ્છિક રીતે પુસ્તક લઈને અંદરના ભાગે છ જેટલી સ્ટ્રીટ લાઇટો નાખી અને ત્યારબાદ વાયરીંગની કામગીરી પૂર્ણ કરાવી અને પુસ્તકાલય ફરી પુનઃ રીતે શરૂ કર્યું છે.
કોન્ટ્રાક એજન્સી ને પુસ્તકાલય ના નવનિર્માણ પાછળ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે જેની મોટર બંધ હોવાના કારણે સૌચાલય અને પીવાના પાણીની પરબોમાં પણ પાણી નથી આવી રહ્યું ત્યારે જૂની પુસ્તકાલય બાજુમાં આવેલી છે ત્યાં પણ વારંવાર વાયરીંગની સમસ્યા સર્જાઇ રહી છે ત્રણ દિવસ કામગીરી બંધ રહ્યા બાદ સ્વેચ્છિક ખર્ચો કરી અને કર્મચારીઓ દ્વારા લાઇટો નાખી અને 50,000 થી વધુ પુસ્તકો ધરાવતું પુસ્તકાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને પુનઃ રીતે કામગીરી શરૂ કરવામાં આવી હતી..
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…