Surendranagar

સુરેન્દ્રનગર મનપા દ્વારા SRC સમિતિની રચના, પ્રતિનિધિ તરીકે લીંબડીના બિલ્ડર યતીનભાઈ દુબ્બલની વરણી

સુરેન્દ્રનગર શહેરના આયોજનબદ્ધ વિકાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ને વેગ આપવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્લમ રીહેબિલીટેશન સમિતિ (SRC)’ ની વિધિવત રચના કરવામાં આવી છે.

ગુજરાત ગંદા વસવાટ વિસ્તાર અધિનિયમ, 1973 અંતર્ગત રચાયેલી આ 9 સભ્યોની કમિટી શહેરને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા અને આધુનિક શહેરી સુવિધાઓ વિકસાવવા માટે પાયાનું કામ કરશે. આ સમિતિના ગઠનથી આગામી સમયમાં શહેરના આંતરમાળખાકીય વિકાસ અને આવાસ યોજનાઓને નવી ગતિ મળશે.

મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને બનેલી આ ઉચ્ચ સ્તરીય સમિતિમાં પ્રતિષ્ઠિત બિલ્ડર એસોસિએશન CREDAI/NAREDCO ના પ્રતિનિધિ તરીકે લીંબડીના જાણીતા બિલ્ડર યતીનભાઈ દુબ્બલની વરણી કરવામાં આવી છે.

મોટા પ્રોજેક્ટ્સનો બહોળો અનુભવ ધરાવતા યતીનભાઈના સમાવેશથી નવી ટી.પી. (TP) સ્કીમોના અમલીકરણ અને આધુનિક ટાઉન પ્લાનિંગમાં શહેરને મોટો ટેકનિકલ ફાયદો થશે. આ કમિટીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, નિવાસી અધિક કલેક્ટર અને વિચરતા સમુદાય સમર્થન મંચના સભ્યોનો પણ સમાવેશ થાય છે.

આ સમિતિ મુખ્યત્વે PMAY યોજના હેઠળ ઝૂંપડપટ્ટી વિસ્તારોનો પુનર્વિકાસ કરવા, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને નવી ટી.પી. સ્કીમોને આધુનિક ઢબે ડેવલપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સુરેન્દ્રનગરને સ્માર્ટ અને સુવિધાયુક્ત શહેર બનાવવાના લક્ષ્યાંક સાથે લેવાયેલા આ નિર્ણયથી નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. આ નિમણૂકો બાદ શહેરના વિકાસ કાર્યોમાં વહીવટી પારદર્શિતા અને ઝડપ આવવાની પૂરી સંભાવના છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago