Surendranagar

સુરેન્દ્રનગરમાં ધારાસભ્ય જગદીશ મકવાણાના હસ્તે રૂ. 64 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

સુરેન્દ્રનગર શહેરના આધુનિકીકરણ અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે વઢવાણ ભોગાવો નદીના કાંઠે રિવરફ્રન્ટના ત્રીજા તબક્કા અને રંભાબેન ટાઉન હોલના નવીનીકરણનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયા, મનપાના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રૂ. 56 કરોડના ખર્ચે સાકાર થનાર રિવરફ્રન્ટ ફેઝ-3 પ્રોજેક્ટની વિગત આપતા જગદીશભાઈએ જણાવ્યું કે, બસ સ્ટેન્ડ પાછળથી ગેબનશા પીર સુધીના અંદાજે 3 કિલોમીટરના વિસ્તારમાં આ વિકાસ કાર્ય હાથ ધરાશે.

પ્રથમ બે ફેઝની સફળતા બાદ, આ ત્રીજો ફેઝ શહેરની સુંદરતામાં વધારો કરશે અને નાગરિકોને હરવા-ફરવા માટે નયનરમ્ય સ્થળ પૂરું પાડશે. આ ઉપરાંત, શહેરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન રંભાબેન ટાઉન હોલને રૂ. 8 કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવવામાં આવશે, જેથી સામાજિક કાર્યક્રમો માટે ઉત્તમ પ્લેટફોર્મ મળી રહે.

સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વિકાસના કાર્યો માટે ઉદાર હાથે ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. છેવાડાના માનવી સુધી પાયાની અને આધુનિક સુવિધાઓ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.

આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતા સુરેન્દ્રનગર સ્માર્ટ સિટી તરફ મક્કમ ડગલાં માંડશે. કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા સહિતના મહાનુભાવોએ હાજરી આપી શહેરના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરી હતી.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago