સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગ્વ્હાણે હાલ શિસ્તભંગ કરનારા કર્મચારીઓ સામે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયાનો પગાર લેવા છતાં ફરજમાં બેદરકારી દાખવતા અને સમયસર ઓફિસ ન આવતા 58 જેટલા કર્મચારીઓને કમિશનરે કારણદર્શક નોટિસ ફટકારી છે.
મનપાના નિયમ અનુસાર સવારે 10:30 થી સાંજે 6:10 સુધીનો ફરજ સમય નક્કી હોવા છતાં, અનેક કર્મચારીઓ મોડા આવતા અને વહેલા ઘરે ભાગી જતા હોવાનું બહાર આવ્યું હતું.
કમિશનરે જાન્યુઆરી મહિનાથી બાયોમેટ્રિક (ફિંગર પ્રિન્ટ) મશીનનું જાતે મોનિટરિંગ શરૂ કર્યું હતું. આ ડેટાના આધારે જે કર્મીઓ શિસ્તનું ઉલ્લંઘન કરતા ઝડપાયા છે તેમની પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.
કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પ્રજાના કામો માટે સમયપાલન અનિવાર્ય છે. વર્ષોથી ચાલતી લાલિયાવાડી સામેની આ કડક કાર્યવાહીથી મનપાના આળસુ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રમાં શિસ્ત જાળવવા માટે લેવાયેલા આ પગલાંની શહેરીજનો પ્રશંસા કરી રહ્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…