ગુજરાતમાં વાતાવરણમાં સર્જાયેલા સતત ડિસ્ટર્બન્સને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 સાયકલોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે.
આ ફેરફારને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેતરમાં કાપણી કરેલા ઘઉં, તલ અને ચણા જેવા પાકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તથા માર્કેટિંગ યાર્ડમાં જણસને શેડ નીચે રાખવા સૂચના અપાઈ છે.
ભારે પવનની શક્યતાને જોતા કાચા મકાનો કે ઝૂંપડામાં રહેતા લોકોને પણ તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. કમોસમી માવઠાના ભયથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…