Surendranagar

સુરેન્દ્રનગર એટીવીટી સેન્ટરમાં અરજદારોની કતારો: ઇ-સાઇનના ધાંધિયા અને સ્ટાફની અછતથી જનતા પરેશાન

સુરેન્દ્રનગર મામલતદાર કચેરીમાં આવેલી એટીવીટી (ATVT) શાખાની કામગીરી હાલ અરજદારો માટે માથાના દુખાવા સમાન બની છે. શહેરી વિસ્તારમાં 3 લાખથી વધુની વસ્તી હોવા છતાં, કચેરીમાં માત્ર 1 જ સિસ્ટમ કાર્યરત છે, જ્યારે બીજી સિસ્ટમ સ્ટાફના અભાવે બંધ હાલતમાં છે.

હાલમાં આરટીઇ (RTE) ના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026 યોજાવાની હોવાથી આવક, જાતિ અને ઇ-ડબલ્યુએસ (EWS) ના દાખલા કઢાવવા માટે વાલીઓ અને ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

કચેરીની કથળતી વ્યવસ્થાને કારણે અરજદારોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. નવા મામલતદારની નિમણૂક બાદ હજુ સુધી તેમની ‘ઇ-સાઇન’ (E-sign) સક્રિય ન થઈ હોવાના બહાના હેઠળ લોકોને 5-5 દિવસનું વેઇટિંગ આપવામાં આવી રહ્યું છે. RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ હોવાથી વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી છે.

આ ઉપરાંત, સ્થાનિક તલાટીઓને ચૂંટણીની કામગીરીમાં રોકી દેવામાં આવ્યા હોવાથી અરજદારોએ સહી-સિક્કા કરાવવા માટે પણ અહીં-તહીં ભટકવું પડી રહ્યું છે.

એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરના મુખ્ય એટીવીટી સેન્ટરમાં પૂરતો સ્ટાફ ન હોવો તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

લોકોની માંગ છે કે જિલ્લા કલેક્ટર આ બાબતે ત્વરિત હસ્તક્ષેપ કરે અને બંધ પડેલી બીજી સિસ્ટમ શરૂ કરાવી ઇ-સાઇનની પ્રક્રિયા ઝડપી બનાવે. જો સમયસર દાખલાઓ નહીં મળે તો અનેક બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહી જશે અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાશે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago