Surendranagar

વઢવાણમાં જર્જરિત નર્મદા કેનાલોમાં ગાબડાં પડતા 50 થી વધુ ખેતરો બંજર, રિપેરિંગની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલો હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કેનાલોમાં ઠેર-ઠેર ગાબડાં પડવાના કારણે પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખાસ કરીને કોઠારીયા ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં મોટા ગાબડાં પડવાને લીધે આસપાસના 50 થી વધુ ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેના પરિણામે ફળદ્રુપ જમીન બંજર બની ગઈ છે અને ખેડૂતો વાવેતર કરી શકતા નથી.

સ્થાનિક ખેડૂતો છેલ્લા 1 વર્ષથી આ અંગે તંત્રને રજૂઆત કરી રહ્યા છે. અગાઉ અધિકારીઓ દ્વારા એપ્રિલ મહિનામાં રિપેરિંગ કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે કેનાલ તૂટવાને કારણે ઊભા પાકને નુકસાન થાય છે, જેનાથી મહેનત અને બિયારણનો ખર્ચ પણ માથે પડે છે. હાલમાં કેનાલમાં પાણી ચાલુ હોવા છતાં રિપેરિંગ શરૂ ન થતા ખેડૂતોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોએ માંગ કરી છે કે ભલે 2 મહિના સુધી કેનાલો બંધ રાખવી પડે, પરંતુ તેનું કાયમી અને મજબૂત રિપેરિંગ કરવામાં આવે. જો કેનાલો વ્યવસ્થિત રીતે રિપેર થશે તો જ ખેતરોમાં આવતો ભેજ અને પાણીના ભરાવાની સમસ્યા દૂર થશે. વઢવાણ તાલુકાના ખેડૂતોએ લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ કામગીરી હાથ ધરવા તાકીદ કરી છે જેથી આગામી સિઝનમાં પાકને બચાવી શકાય.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago