સુરેન્દ્રનગર શહેરમાં વિદેશી દારૂના વેચાણ અંગે સ્થાનિકોની સતત ફરિયાદો બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કૃષ્ણનગર વિસ્તારની છેલ્લી શેરી સામે આવેલા સરકારી ખરાબાની જગ્યામાં દરોડો પાડ્યો હતો.
બુટલેગરોએ પોલીસથી બચવા માટે જમીનમાં મોટો ખાડો ખોદીને ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે જમીનમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 422 બોટલો બહાર કાઢીને જપ્ત કરી છે.
આ સાથે જ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા 2 સ્કૂટર અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 2.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તપાસમાં આ દારૂનો જથ્થો વિશુભા સુરપાલસિંહ રાણાનો હોવાનું ખુલ્યું છે. પોલીસે આ મામલે મયુરભાઈ પ્રતાપભાઈ ખાચર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…