Surendranagar

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

ABVP Scholarship Protest | સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા શિષ્યવૃત્તિની બાકી રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાતની શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા SC, ST, SEBC અને EWS વર્ગના હજારો વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજીઓ કરી હોવા છતાં, લાંબા સમયથી તેમના બેંક ખાતામાં રકમ જમા થઈ નથી.

શિક્ષણ વિભાગની MYSY, CMSS યોજનાઓ સહિત આદિજાતિ અને સમાજ કલ્યાણ વિભાગની પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની ચુકવણી અટકી પડી છે. ઘણી અરજીઓ વેરિફિકેશન, સેંક્શન કે પેમેન્ટ સ્ટેટસ લેવલે અટકેલી છે.

આ ઉપરાંત બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલી ટેકનિકલ ખામીઓ, વહીવટી વિલંબ અને ઇન્સ્ટિટ્યૂટ વેરિફિકેશનના કારણે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતાં શાળા-કોલેજ ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો અને રહેવા-જમવાના ખર્ચનું ભારે આર્થિક ભારણ વાલીઓ પર વધી રહ્યું છે.

ABVP ના પ્રદેશ નેતાઓ અને કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તમામ બાકી શિષ્યવૃત્તિની રકમ સીધી DBT મારફતે ખાતામાં જમા કરવા અને પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ લાવવા મજબૂત માંગ કરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

1 day ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

1 day ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

1 day ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

1 day ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

1 day ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

1 day ago