Surendranagar

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે.

રતનપર-મુળી રોડ પર મેક્સન સર્કલ પાસે પોલીસે શંકાસ્પદ અર્ટિગા કારને રોકી તલાશી લેતા તેમાંથી 250 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે રતનપરના આસિફ જુસબભાઈ મોવરની અટકાયત કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગુનામાં જયપાલ ઉર્ફે જયપુર ગોધાણીયા, અમીનાબેન માણેક અને અસલમ માણેક નામના શખ્સો પણ સંડોવાયેલા છે.

પોલીસે દારૂ અને કાર મળી કુલ 4.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લામાં દેશી દારૂની વધી રહેલી હેરાફેરી સામે પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

User 3

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago