Surendranagar

સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હડકાયા શ્વાને10થી વધુ લોકોને બચકા ભર્યા, પાલિકાની બેદરકારી સામે રોષ

Surendranagar Stray Dog Attack| સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરેન્દ્રનગર શહેરનો મહાનગરપાલિકામાં સમાવેશ તો કરાયો છે, પરંતુ તંત્ર પાસે રખડતા કે હડકાયા શ્વાન પકડવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ નથી.

અગાઉ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં 5,300 થી વધુ શ્વાન વસવાટ કરે છે. તે સમયે તંત્ર દ્વારા શ્વાનની યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ સર્વે પૂર્ણ થયા બાદ પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

દરમિયાન સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક હડકાયા શ્વાને આતંક મચાવી 10 થી વધુ લોકોને બચકા ભરી લીધા છે. જેમાં શાળાએ જઈ રહેલા 3 જેટલા વિદ્યાર્થીઓ પણ આ રખડતા શ્વાનનો ભોગ બન્યા છે.

શ્વાને લોકોના હાથ, પગ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને હડકવા વિરોધી (એન્ટી-રેબિઝ) રસી આપીને જરૂરી ડ્રેસિંગ અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો દ્વારા હડકાયા શ્વાનને પકડવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, અધિકારીઓ તરફથી રખડતા શ્વાન પકડવા માટેની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાનો બેજવાબદાર નકારાત્મક ઉત્તર મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

એકસાથે 10 થી વધુ લોકોને શ્વાન કરડવાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે શ્વાન પકડવાની ટીમ બનાવવા અને જરૂરી સાધન-સામગ્રી વસાવીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…

4 days ago

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…

4 days ago

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…

1 week ago

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

1 week ago

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…

1 week ago

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…

1 week ago