Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સાયલા: ચોરવીરામાં ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવા ઝડપાયા

user 2 19 March 2026
સાયલા: ચોરવીરામાં ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવા ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન માફિયાઓ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. સાયલા પોલીસે બાતમીના આધારે ચોરવીરા ગામના વિસ્તારમાં ચાલતી કાર્બોસેલની ગેરકાયદેસર ખાણો પર દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે કાર્બોસેલના 7 કૂવાઓ શોધી કાઢ્યા હતા, જ્યાં ખનીજ ચોરીનું મોટું નેટવર્ક કાર્યરત હતું.

પોલીસની આ રેડમાં ખનન માટે ઉપયોગમાં લેવાતા સાધનો સહિત કુલ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા સામાનમાં 1 લોડર, 2 ટ્રેક્ટર, 1 જનરેટર, 10 પાઈપો, 5 બકેટ અને અંદાજે 180 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો શામેલ છે. પકડાયેલા તમામ સાધનો અને ખનીજ જથ્થાને સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગની કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.

Join Our WhatsApp Group

આ મામલે હવે આગળની તપાસ ખાણ-ખનીજ વિભાગ (Geology and Mining Department) ને સોંપવામાં આવી છે. વિભાગ દ્વારા આ કૂવાઓમાંથી અત્યાર સુધીમાં કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે તેની ચોક્કસ માપણી કરવામાં આવશે અને તેના આધારે જવાબદારોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સાયલા પોલીસની આ કડક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. લાંબા સમયથી ચોરવીરા વિસ્તારમાં કાર્બોસેલનું ખનન બંધ થવાનું નામ લેતું નહોતું, ત્યારે આ કાર્યવાહી એક મોટો ફટકો સાબિત થશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર: વાવાઝોડામાં PGVCL ને 10 લાખનું નુકસાન, 135 ગામોમાં વીજ પુરવઠો યુદ્ધના ધોરણે પુનઃસ્થાપિત
Next: ચોટીલામાં મિની વાવાઝોડા સાથે માવઠું: તૈયાર પાક પલળી જતાં ખેડૂતો બેહાલ, માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા નિર્ણય

Related News

SURE LCB N

સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

User 3 11 May 2026
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

user 2 4 April 2026
સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

user 2 30 March 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add