Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ચોટીલામાં મિની વાવાઝોડા સાથે માવઠું: તૈયાર પાક પલળી જતાં ખેડૂતો બેહાલ, માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા નિર્ણય

user 2 19 March 2026
ચોટીલામાં મિની વાવાઝોડા સાથે માવઠું: તૈયાર પાક પલળી જતાં ખેડૂતો બેહાલ, માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા નિર્ણય

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટા સાથે મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટકતા સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જોરદાર પવનને કારણે ચોટીલા હાઈવે અને તળેટી વિસ્તારમાં હંગામી શેડ અને છાપરાં ઉડી જતાં નાના ધંધાર્થીઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.

આ માવઠાએ જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે. હાલ રવિ પાકની સીઝન અંતિમ તબક્કામાં છે ત્યારે ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, જીરું અને ચણાના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક ખેતરોમાં કાપણી કરેલા પાકના પાથરા વિખાઈ જતાં ધાન્યની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જીરું અને એરંડા જેવા રોકડિયા પાકોમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

Join Our WhatsApp Group

વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે વીજ માળખાને પણ ફટકો પડ્યો છે. અનેક વિસ્તારોમાં વીજ લાઈનોમાં ક્ષતિ સર્જાતા અંધારપટ છવાયો હતો, જેને પૂર્વવત કરવા વીજ વિભાગની ટીમો કામે લાગી છે. ખરાબ હવામાન અને હજુ પણ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સાવચેતીના ભાગરૂપે તા. 20 માર્ચના રોજ ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં જણસોની આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સાયલા: ચોરવીરામાં ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવા ઝડપાયા
Next: કેન્સર પીડિત મહિલાઓ માટે નાનકડી બાળકી મિન્સા પંજવાનીએ વાળનું દાન કર્યું

Related News

CHOTI HATYA N

ચોટીલાના અકાળા ગામે પત્ની સાથેના આડા સંબંધના મનદુઃખમાં યુવકની હત્યા

User 3 11 May 2026
CHOTILLAA01

ચોટીલામાં ડુંગરો ખોદતા ભૂમાફિયાને પ્રાંત અઘિકારીએ દબોચ્યો, રૂ.1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

User 3 5 May 2026
1776713997061

ચોટીલાના દેવસર ગામે જૂની અદાવતમાં યુવકને ચાર શખ્સોએ પાઇપ-લાકડી વડે ફટકાર્યો

surendranagarupdate1@gmail.com 20 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add