સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નાગરિક સહકારી બેંક પોતાની કામગીરીને લઈને ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. બેંકના સભાસદ વિક્રમભાઈ રબારી દ્વારા બેંક દ્વારા ખરીદવામાં આવેલા એટીએમ (ATM) અને સ્કેનિંગ મશીનોના ખર્ચ અને ખરીદી પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવી જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
આ મશીનો કયા આધારે ખરીદાયા અને તેમાં બેંકના કેટલા નાણાંનો વપરાશ થયો તે અંગેની પારદર્શક વિગતો માંગવામાં આવી હતી. આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળી દ્વારા પાટડી નાગરિક બેંકને લેખિતમાં જાણ કરી વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
જોકે, નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં બેંક તંત્ર દ્વારા સરકારી કચેરીને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. વહીવટી તંત્રને પણ વિગતો ન આપતા હવે આ ખરીદીમાં મોટા પાયે ગોલમાલ અને ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા દ્રઢ બની છે. આગામી દિવસોમાં આ મામલે રજિસ્ટ્રાર કચેરી દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…