Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

પાટડી: ખેડૂત સહાયના આંકડા મામલે TDOને 10 દિવસનું અલ્ટીમેટમ

jeet 3 December 2025
Untitled design_20251203_084841_0000

2024માં કેટલા ખેડૂતોને સહાય ચૂકવામાં આવી તેની વિગત માંગવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી પાસે પણ વિગત ન હોવાનું સામે આવ્યું..

10 દિવસનું ખેડૂતોએ આપ્યું અલ્ટીમેટમ – આંકડાઓ સાથે વંચિત ખેડૂતોને સહાય ચૂકવવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા ચીમકી.

Join Our WhatsApp Group

2024 ના વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક વરસાદ પડ્યો અને અતિવૃષ્ટિના કારણે કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું ત્યારે સરકાર દ્વારા 1400 કરોડથી વધુનું આર્થિક નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા.

પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના 2024 ના વર્ષ માં કપાસ મગફળી સહિતના પાકોને વરસાદના કારણે જે નુકસાન પહોંચ્યું જેમાં 1.68 લાખ ખેડૂતો દ્વારા નુકસાનીની સહાય મેળવવા માટે સરકારમાં ફોર્મ ભરવામાં આવ્યા જેમાં પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા 93,125 જેટલી અરજીઓ માન્ય રાખવામાં આવી અને સહાયની રકમની ચુકવણી પણ પૂર્ણ કરવામાં આવી પરંતુ 74,966 જેટલા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા જેને લઇને ખેડૂતોએ વારંવાર રજૂઆત બાદ અંતે સરકાર દ્વારા નિર્ણય કરી અને નવો પરિપત્ર જાહેર કરી અને કપાસના પાકને નુકસાન હોય તેવા ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ નિર્ણય બાદ પણ કપાસના વાવેતર કરનાર અને નુકસાન પહોંચનાર ખેડૂતોના ખાતામાં સહાયની રકમ નથી જમા થઈ તેવો આક્ષેપ ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ સંદર્ભે સમિતિ દ્વારા પ્રથમ વખત સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારી પાસે 2024 ના વર્ષમાં નુકસાન અંગેના ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવી છે તેના આંકડાઓ માંગવામાં આવ્યા પરંતુ ખેતીવાડી અધિકારી દ્વારા આંકડાઓ આપવામાં ન આવતા અંતે તાલુકા વિકાસ અધિકારી પાટડી સમક્ષ પણ પાટડી તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને 2024 ના વર્ષમાં ચૂકવવામાં આવેલી સહાયના આંકડાઓ માંગવામાં આવ્યા છે.

પરંતુ તાલુકા વિકાસ અધિકારી પાસે પણ આંકડાઓ ન હોવાના કારણે ખેડૂત રક્ષક સમિતિ દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે દસ દિવસમાં પાટડીના ખેડૂતોને ચૂકવવામાં આવેલી 2024 ની સહાયના આંકડાઓ રજૂ કરવામાં આવે અને વંચિત રહી ગયેલા ખેડૂતોને પણ યાદી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જો યાદી આપવામાં નહીં આવે તો કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી પણ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આપવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Pak Nuksan Sahay (પાક નુકસાન સહાય)

Post navigation

Previous: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડાને દક્ષિણ ઝોનના ચાર્જ પરથી હટાવવામાં આવ્યા.
Next: સુરેન્દ્રનગરની દુધરેજ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં પડ્યા ગાબડા..

Related News

Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

surendranagarupdate1@gmail.com 26 August 2026
Rajkot Range IG Team Seized Foreign Liquor and Car in Dasada Raid

દસાડા પાસે 455 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો, બે સામે ગુનો

surendranagarupdate1@gmail.com 25 August 2026
Patdi Lok Mela Fair setup near Adhyashakti Temple

પાટડી નગરપાલિકા દ્વારા પ્રથમ વખત પાંચ દિવસીય લોકમેળાનું આયોજન

surendranagarupdate1@gmail.com 21 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add