Limbdi

લીંબડીમાં રૂ. 11 કરોડના ખર્ચે બે મુખ્ય માર્ગોનું નવીનીકરણ થશે, ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. લીંબડી શહેરના બે અત્યંત મહત્વના અને મુખ્ય માર્ગોના નવીનીકરણ માટે રૂ. 11 કરોડના માતબર ખર્ચની દરખાસ્ત મંજૂર થયા બાદ, 19 માર્ચ 2026 ના રોજ ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે આ પ્રોજેક્ટનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત લીંબડી નેશનલ હાઈવેથી ઊંટડી પુલ સુધીના માર્ગનું રિસરફેસિંગ તેમજ આધુનિક સુધારણા કરવામાં આવશે. આ ઉપરાંત, જગદીશ આશ્રમથી બાયપાસ સુધીના માર્ગનું પણ સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવશે.

આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રોડ રસ્તાઓના આ નવીનીકરણથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને વાહનચાલકોના સમયની બચત થશે. વધુમાં, આ માર્ગો સુધરવાથી સ્થાનિક વેપાર અને રોજગારમાં પણ વૃદ્ધિ થવાની પૂરી સંભાવના છે. તેમણે હાજર રહેલા અધિકારીઓને ખાસ સૂચના આપી હતી કે કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન થવી જોઈએ અને નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થવી જોઈએ.

ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રધુભાઈ પટેલ, પ્રકાશભાઈ સોની, શંકરભાઈ દલવાડી અને દલસુખભાઈ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો ઉકેલ આવતા લીંબડીના શહેરીજનોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે. આધુનિક રોડ નેટવર્કથી લીંબડી શહેરની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને મુસાફરી સુખદ બનશે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago