Surendranagar

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

માલવણ ટોલનાકા પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક બોલેરો પીકઅપ ગાડીને અટકાવીને તલાશી લેવામાં આવતા, ગાડીની અંદર બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂની કુલ 432 બોટલો મળી આવી હતી.

બૂટલેગરો દ્વારા પોલીસને છેતરવા માટે ગાડીમાં ખાસ પ્રકારનું ખાનું તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ એલ.સી.બી.ની સતર્કતાએ આ દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે 1.10 લાખ રૂપિયાની કિંમતનો દારૂ, બોલેરો પીકઅપ અને મોબાઈલ ફોન મળી કુલ 6.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે રાજસ્થાનના નાવારા ગામના રહેવાસી રાયમલ દેવારામ દેવાસીની અટકાયત કરી છે.

આ ઉપરાંત, અન્ય બે ઇસમો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાઈવે પરથી પસાર થતા ગેરકાયદેસર નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

User 3

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago