લખતર (Lakhtar) તાલુકાના કડુ ગામ પાસે આજે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. કડુ ગામથી લખતર તરફ જઈ રહેલી એક કારના (Car) ચાલકે રસ્તા પર અચાનક સ્ટેયરિંગ (Steering) પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવ્યા બાદ કાર ડિવાઈડર (Divider) ક્રોસ કરીને સીધી રોંગ સાઈડમાં (Wrong Side) જઈ પલટી મારી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.
આ બનાવમાં કાર ચાલકને પગ અને મોઢાના ભાગે સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરીને ઇજાગ્રસ્ત ચાલકને ખાનગી વાહન (Private Vehicle) મારફતે સારવાર અર્થે પ્રથમ લખતરની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા તેને સુરેન્દ્રનગર (Surendranagar) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના (Accident) કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ (Traffic Jam) સર્જાયો હતો, જેને પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…