Surendranagar

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી સહિત 473 સરકારી કચેરીનો રૂ.42 કરોડનો બાકી વેરો વસૂલવા નોટિસ

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી સહિત 473 સરકારી કચેરીનો રૂ.42.56 કરોડનો બાકી વેરો વસૂલવા માટે મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે. તેમજ સમયસર નાણાં નહીં ભરાય તો કચેરીઓ સીલ કરવાની મનપાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે 120 કરોડની વસૂલાત માટે મનપાએ સંકજો કસ્યો છે. અત્યાર સુધીમાં 2200થી વધુ મિલકત ધારકોને નોટિસો અપાઈ અને 50 જેટલી મિકત સીલ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ વેરા વસૂલાત મુદ્દે હવે ‘યુદ્ધના ધોરણે’ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી માત્ર સામાન્ય નાગરિકો અને કોમશયલ એકમો સામે જ કાર્યવાહી થતી હતી, પરંતુ હવે પાલિકાએ સરકારી મિલકતો પર પણ સકંજો કસ્યો છે. શહેરમાં આવેલી કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, કોર્ટ બિલ્ડિંગ, પોલીસ ક્વાટર્સ અને સકટ હાઉસ જેવી કુલ 473 સરકારી કચેરીઓનો આશરે રૂ. 42 કરોડ 56 લાખનો મસમોટો ટેક્સ બાકી છે.

માર્ચ મહિનો નજીક આવતા જ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી આ તમામ કચેરીઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે. સમગ્ર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેણાંક અને કોમશયલ એકમોનો કુલ 120 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. આ માતબર રકમની વસૂલાત માટે મહાનગરપાલિકા દ્વારા 22 જેટલી વિશેષ ટીમો બનાવવામાં આવી છે. પાલિકાની આ કડક કાર્યવાહીથી સરકારી વિભાગોમાં દોડધામ મચી ગઈ છે. સામાન્ય જનતા પાસેથી કડક ઉઘરાણી કરતું તંત્ર હવે સરકારી કચેરીઓ સામે પણ લાલ આંખ કરી રહ્યું હોવાથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ટેક્સ અધિકારી મહોબતસિંહ પરમારે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 2200 જેટલા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગની ઓફિસો, વન વિભાગ, સરકારી શાળાઓ, લાઇબ્રેરી અને બાળ અદાલતોનો પણ સમાવેશ થાય છે. જો નિયત સમયમાં વેરો નહીં ભરાય તો આ સરકારી કચેરીઓને પણ સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago