Kothariya Ramamandir Event
વઢવાણ તાલુકાના કોઠારીયા (Kothariya) ગામે તાજેતરમાં ભક્તિ અને આસ્થાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. અહીં ‘જય હો અલખધણી રામામંડળ’ દ્વારા આયોજિત બાબા રામદેવજી મહારાજ (Baba Ramdevji Mahraraj)ના ગુણગાન ગાવાના વિશેષ ઉત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
આ ધાર્મિક (Religious) પ્રસંગમાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઇ મકાવાણા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. મુખ્ય મહેમાનોમાં જિલ્લા ભાજપ પ્રમુખ (BJP President) હાર્દિક ટમાલીયા, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ, અને ગ્રામ્ય મંડલ પ્રમુખ ઘનશ્યામ વસવેલીયા, રાકેશભાઈ ખાંદલા, પ્રકાશભાઈ કોરડીયા, વિપુલભાઈ ચૌહાણ, અમૃતભાઈ ડાભી સહિતના આગેવાનોએ રામદેવ બાબાના આશીર્વાદ લીધા હતા.
રામામંડળના કલાકારોએ આખ્યાન દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. નેતાઓએ જણાવ્યું કે આવા આયોજનોથી સમાજમાં સમરસતા (Harmony) અને સંસ્કૃતિનું જતન થાય છે.Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…