Dhrangadhra

સુરેન્દ્રનગર: સોલડીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટના વિરોધમાં ૨૨ ગામના ખેડૂતો ગાંધીનગરમાં નાખશે ધામા

Soldi Biomedical Waste Plant Protest | ધ્રાંગધ્રા તાલુકાના સોલડી (Soldi) ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે સ્થાપિત થઈ રહેલા બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ (Biomedical Waste Plant) સામે સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ‘દેવયોગી હેલ્થકેર એલએલપી’ (Devyogi Healthcare LLP) નામના આ પ્લાન્ટમાં સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગરની ૨૦૦૦ થી વધુ હોસ્પિટલોનો ઝેરી તબીબી કચરો ઠાલવીને તેનો નિકાલ કરવાનું આયોજન છે.

સોલડી ગામથી માત્ર 2 કિલોમીટર દૂર જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ છેલ્લા 2 વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ ચાલી રહ્યો છે. હાલમાં આ કામગીરી બંધ હોવા છતાં, તાજેતરમાં પ્લાન્ટ શરૂ કરવાની હિલચાલ તેજ થતાં સોલડી સહિત આજુબાજુના 22 ગામોના ખેડૂતો અને ગ્રામજનો પોતાના અસ્તિત્વની લડાઈ માટે ફરી એકઠા થયા છે.

આ પ્લાન્ટના કારણે વઘાડા, નરાલી, જેસડા, હરિપર, ગુજરવદી, માલવણ, કોંઢ અને દુધરેજ જેવા 22 થી વધુ ગામોને સૌથી ગંભીર અસર થવાની ભીતિ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્લાન્ટના કેમિકલયુક્ત પાણીથી ભૂગર્ભ જળ પ્રદૂષિત (Water Pollution) થશે અને કૂવા-બોરના પાણી ઝેરી બનશે.

આ ઉપરાંત, ઇન્સિનેરેટરની (Incinerator) ચિમનીમાંથી નીકળતો ઝેરી ધુમાડો હવાનું પ્રદૂષણ (Air Pollution) ફેલાવશે, જેનાથી લોકોના આરોગ્ય (Health) પર મોટો ખતરો ઊભો થશે.

આ ફળદ્રુપ વિસ્તારમાં ખેડૂતોએ મોટા પાયે દાડમનું વાવેતર (Pomegranate Plantation) કર્યું છે, જે આ પ્રદૂષણને કારણે સંપૂર્ણ નિષ્ફળ જશે અને ખેડૂતોની 7 વર્ષની મહેનત પાણીમાં જશે. જમીનો બંજર બનવાની અને પશુધન જોખમાવાની આશંકા વચ્ચે હાઈવે પર નવા ઉદ્યોગો (Industries) પણ નહીં આવે, જેનાથી સ્થાનિક રોજગારી (Employment) નાશ પામશે.

સ્થાનિક તંત્રથી લઈને કલેક્ટર, મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અને પીએમઓ (PMO) સુધી લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરવાનો નિર્ણય કર્યો છે.

સોલડી ગામના સરપંચ (Soldi Village Sarpanch) દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે, 22 ગામના ખેડૂત આગેવાનો વહેલી સવારે ગાંધીનગર (Gandhinagar) ખાતે ધામા નાખશે અને પર્યાવરણ મંત્રી (Environment Minister) અર્જુન મોઢવાડિયા સાથે રૂબરૂ મુલાકાત કરશે.

જો સરકાર દ્વારા આ પ્લાન્ટને રદ કરવાની અથવા તેને રણ વિસ્તારમાં ખસેડવાની લેખિત ખાતરી આપવામાં નહીં આવે, તો ૨૨ ગામના રહીશો આગામી સમયમાં ઉગ્ર આંદોલનનો (Protest) માર્ગ અપનાવશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago