Gambling Raid | ધાંગધ્રા તાલુકા પોલીસને દુદાપુર ગામના વણકર વાસમાં મેઇન બજાર પાસે મૂળજીભાઈ છાસીયાના ઘર નજીક જાહેરમાં તીન પત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી.
પોલીસની આ સફળ રેડ દરમિયાન સ્થળ પરથી જુગાર રમી રહેલા મહેન્દ્રભાઈ નરસિંહભાઈ છાસિયા, હિતેશભાઈ પરસોત્તમભાઈ કાવર, ખુશાલભાઈ હસમુખભાઈ સરવાડિયા, જયેશભાઈ લાલજીભાઈ છાસિયા, લાલાભાઇ અજાભાઈ સામેચા અને મિતેશભાઇ કિર્તીભાઈ ઠાકોરની ઘરપકડ કરી છે. આ તમામ આરોપીઓ દુદાપુર અને આસપાસના વસાવડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ. 45,700 ની રોકડ રકમ પણ જપ્ત કરી છે. આ મામલે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
