Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

surendranagarupdate1@gmail.com 29 September 2026
image-3 (4)

સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. સામાજિક, શૈક્ષણિક અને માનવતાવાદી ક્ષેત્રે અવિરત સેવાઓ આપવા બદલ તેમને આ રાષ્ટ્રીય સ્તરનું બહુમાન એનાયત કરવામાં આવ્યું છે.

​ચંદ્રેશભાઈ પટેલ ‘શ્રી શિવલાલ આણંદજીભાઈ માકાસણા ચેરિટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ સરદારધામ (અમદાવાદ) તથા ઉમિયા માતાજી મંદિર (સિદ્ધસર)ના ટ્રસ્ટી અને ભારત સરકારના ‘ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા’ (FCI) ગુજરાતના સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. સંસ્થાઓના માધ્યમથી તેઓ વર્ષોથી વિવિધ સામાજિક કાર્યક્રમોનું સફળ આયોજન કરતા આવ્યા છે.

Join Our WhatsApp Group

​તેમની સેવાકીય પ્રવૃત્તિઓમાં ભૂખ્યાને ભોજન પૂરું પાડવું, વડીલો માટે વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રાઓનું આયોજન કરવું, તેમજ રક્તદાન કેમ્પ જેવા જનહિતના કાર્યોનો સમાવેશ થાય છે.

વિશેષરૂપે, કોરોના મહામારીના કપરા સમયમાં તેમણે દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર, હોસ્પિટલ બેડ, ભોજન, માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરીને અનેક લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ ઉપરાંત, સતત 7 વર્ષથી અબોલ જીવો માટે દૂધ પૌઆની સેવાકીય પ્રવૃત્તિ પણ નિયમિત કરવામાં આવે છે.

​દિલ્હી ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમને આ એવોર્ડ એનાયત કરાતા ઝાલાવાડ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન થયું છે. તેમની આ સિદ્ધિ બદલ વિવિધ સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ અને ગ્રામજનો તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

Related News

image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 September 2026
Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

surendranagarupdate1@gmail.com 25 September 2026
Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 25 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add