Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લખતરના અણિયાળી નજીકથી ગેડીયા ગેંગનો કુખ્યાત આરોપી અલી નથુ ડફેર ઝડપાયો

surendranagarupdate1@gmail.com 19 September 2026
Surendranagar Police Arrests Notorious Gediya Gang Criminal Ali Nathu Duffer

Gediya Gang | રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની ટીમે છેલ્લા 4 વર્ષથી પેરોલ રજા પરથી નાસતા ફરતા ગેડીયા ગેંગના કુખ્યાત આરોપી અલી નથુ ડફેરને લખતર તાલુકાના અણિયાળી ગામના તળાવ પાસેથી ઝડપી પાડ્યો છે.

આરોપી અલી નથુ ડફેર વિરુદ્ધ સુરેન્દ્રનગર ઉપરાંત અમદાવાદ, ધંધુકા અને બગોદરા પોલીસ મથકોમાં લૂંટ, ધાડ, ચોરી, પોલીસ પર હુમલો અને ફાયરિંગ જેવા કુલ 61 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

Join Our WhatsApp Group

આ કુખ્યાત આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે. વર્ષ 2022 માં પેરોલ રજા પર છૂટ્યા બાદ તે સમયસર જેલમાં પરત હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો.

નાસતા ફરતી આ અવધિ દરમિયાન પણ તેણે લખતર, સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન અને નળ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 4 ગુના આચર્યા હતા. આ ઉપરાંત, અમદાવાદના સોલામાં પણ તેણે 2 ગુના કર્યા હતા. આમ, તે કુલ 6 ગુનાઓમાં નાસતો ફરતો હતો.

રાજકોટ રેન્જ ટીમના અજયવીર સિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઈ જોગરાણા, દિલીપસિંહ સિંધવ અને રાજુભાઈ પઢેરિયાએ લાંબા સમયથી વોન્ટેડ એવા આ આરોપીની ગોબર તળાવની પાળ પાસેથી ઝડપી લીધો હતો.

પોલીસે આરોપીની કાયદેસરની અટકાયત કરી લખતર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Aniyali Village (Ta. Lakhtar) અણીયાળી ગામ (તા.લખતર) Gediya Gang (ગેડીયા ગેંગ) Lakhtar Police Station (લખતર પોલીસ સ્ટેશન) Surendranagar B Division Police Station (સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન)

Post navigation

Previous: ધાંગધ્રાના દુદાપુર ગામેથી 6 જુગારીઓની ધરપકડ, 45,700 ની રોકડ જપ્ત
Next: વઢવાણ-મૂળચંદ રોડ પર છરીના 27 ઘા ઝીંકી પત્નીની હત્યા કરનાર પતિ વાપીથી ઝડપાયો

Related News

Lakhtar Road Corruption

લખતરમાં ધૂળ પર સીસી રોડનું કામ: ‘લોટ, પાણી ને લાકડા’ જેવી નબળી કામગીરીથી રહીશોમાં ભારે રોષ

surendranagarupdate1@gmail.com 28 June 2026
Lakhtar Highway Bulls Fight

લખતર-વિરમગામ હાઇવે પર ‘આખલા યુદ્ધ’: વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા

surendranagarupdate1@gmail.com 28 June 2026
LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

User 3 20 May 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add