Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ અને પાટડી શહેર પ્રભારી જીજ્ઞાશા નાયક તથા ડો. આશિષ નાયકના ઘરે છેલ્લા 9 વર્ષથી પર્યાવરણપૂરક માટીના ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે.
આ વર્ષે પણ તેમણે વિધિવત પૂજા-અર્ચના કરીને ઘરમાં જ ગણેશજીનું વિસર્જન કરી પર્યાવરણ જાળવણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
બીજી તરફ, જવાહર રોડ પાસે છેલ્લા 22 વર્ષથી સિદ્ધિ વિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન ચેતનસિંહ પરમાર અને રવિરાજસિંહ પરમાર દ્વારા કરવામાં આવે છે. જેમાં વેપારીઓ તથા રાજકીય આગેવાનો જોડાઈને 11 દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજે છે.
આ ઉપરાંત, ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં ડો. હિરેન પરમાર અને સોનલ પરમારના ઘરે બાપાની સ્થાપના કરી રોજ અવનવા સાંસ્કૃતિક આયોજનો સાથે ઉત્સાહભેર વિદાય આપવામાં આવી હતી.
