સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી સુરેન્દ્રનગર જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમને મળી હતી.
આ માહિતીના આધારે પોલીસ કાફલાએ ધ્રુમઠ ગામના નવાપરા વિસ્તારમાં ઓચિંતી રેઇડ કરી હતી. દરોડા દરમિયાન જાહેરમાં પત્તા ટીંચતા (1) ભરતભાઈ ચતુરભાઈ દેત્રોજા, (2) ઘનશ્યામભાઈ લાલજીભાઈ પરમાર, (3) પ્રહલાદભાઈ રઘુભાઈ વણપરા, (4) બાઉદીનભાઈ રસુલભાઈ જુણેજા (5) નાનજીભાઈ રાઘવજીભાઈ (તમામ શખ્સો ધ્રુમઠ ગામના જ) ઝડપાઇ ગયા હતા.
પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ રૂ. 13,800 અને બે નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. 6,000) મળીને કુલ રૂ. 19,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
LCB ની આ કામગીરીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે પકડાયેલા તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને દરોડા પાડવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો…
સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના…