Dhrangadhra APMC | ધ્રાંગધ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Dhrangadhra APMC)ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ભવ્ય જીત નોંધાવી છે. કુલ 14માંથી 12 બેઠકો પર કબ્જો જમાવીને BJPએ પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.
પરિણામો બાદ હવે સૌની નજર ચેરમેન પદની સરતાજ પસંદગી પર ટકેલી છે, જેમાં દાવેદારો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. અગાઉ Congress અને Aam Aadmi Party (AAP)માંથી થઈને BJPમાં જોડાયેલા વાઘજી પટેલ (Vaghji Patel)ને સ્થાન મળશે કે પછી APMCને પુનઃ ધમધમતી કરનાર પૂર્વ ચેરમેન Mahesh Patel પર પક્ષ પસંદગીનો કળશ ઢોળશે, તે અંગે ચર્ચાઓ ગરમ છે.
મહેશ પટેલ (Mahesh Patel) વર્ષ 2020-21માં ચેરમેન પદે ચૂંટાયા હતા અને તેમણે ધ્રાંગધ્રા APMCને નવજીવન આપી ખેડૂતોના પ્રશ્નો ઉકેલ્યા હતા.
બીજી તરફ, AAPમાંથી આવેલા વાઘજી પટેલ (Vaghji Patel)ને BJPમાં કોનું રાજકીય પીઠબળ કે ‘Godfather’ છે, તેને લઈને સ્થાનિક કાર્યકરોમાં ભારે ચર્ચા જાગી છે. વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા Mahesh Patelને સાઈડલાઈન કરવાની ચાલી રહેલી પેરવીમાં પડદા પાછળથી કોણ સપોર્ટ કરી રહ્યું છે તે એક કૌતૂકનો વિષય બન્યો છે.
સ્થાનિક ખેડૂતોમાં માંગ પ્રબળ બની છે કે પક્ષપલટુ નેતાને બદલે સંસ્થાને સક્ષમ બનાવનાર અને પક્ષને સમર્પિત Mahesh Patelને ચેરમેન બનાવાય. હવે BJP High Command કોના પર પસંદગી ઉતારે છે તેના પર સૌની નજર છે.
