દસાડા-પાટડી હાઈવે પર સાવડા ગામના પાટિયા પાસેથી પીકઅપ વાહનમાંથી ૫.૧૬ લાખનો દારૂ ઝડપાયો છે. એલીસીબી પોલીસે દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડી ત્રણ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી પોલીસે દસાડા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન દસાડા-પાટડી હાઈવે પર સાવડા ગામના પાટિયા પાસે આવેલી હોટલ મેપલ ઇન સામે રોડ પરથી લોડીંગ વાહનમાં ખાખી પૂઠાની આડમાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની ૧,૯૯૨ બોટલ (કિં.રૂ.૫.૧૬ લાખ), બિયરના ૪૦૮ ટીન (કિં.રૂ.૮૯,૭૬૦), લોડીંગ વાહન (કિં.રૂ.૦૫ લાખ), મોબાઈલ સહિત કુલ રૂ.૧૧.૧૦ લાખના મુદ્દામાલ સાથે વાહન ચાલક વિષ્ણુભાઈ નરસંગભાઈ ઠાકોર (રહે. દાદકા, તા.સમી, જિ.પાટણ)ને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની પુરછપરછ દરમિયાન અમરતભાઈ ઠાકોર (રહે.થરાદ) લોડીંગ વાહનના માલિક અને ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર શખ્સોના નામ પણ ખુલ્યા હતા. એલીસીબીએ તમામ વિરૂદ્ધ પાટડી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…