Sayla

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ

સાયલા તાલુકાના કાનપર ગામ નજીક આજે સવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોેરેશનની સલાયા-મથુરા પાઇપલાઇનમાં ક્રૂડ ઓઇલ લીકેજ થવાની ઘટના સામે આવી હતી. જોકે, પાછળથી જાણવા મળ્યું કે આ એક સુનિયોજિત ‘લેવલ-૩ ઓફસાઇટ મોક ડ્રીલ’ હતી.

કાનપર ગામ પાસે આઇઓસીએલની પાઇપલાઇનમાં અચાનક ક્રૂડ ઓઇલનું લીકેજ થતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તંત્ર દ્વારા ‘લેવલ-૩’ ની કટોકટી જાહેર કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં જ જિલ્લા ફાયર ટીમ, ૧૦૮ મેડિકલ રેસ્ક્યુ, પોલીસ અને એસઓજી સહિતના વિભાગો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીપીસીએલ અને ગુજરાત ગેસના નિષ્ણાતોએ પણ આધુનિક સાધનો સાથે લીકેજ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૃ કરી હતી.

કલાકોની જહેમત બાદ સ્થિતિ નિયંત્રણમાં આવતા જાણવા મળ્યું હતું કે, આ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહીં પરંતુ વહીવટી તંત્ર અને આઇઓસીએલ દ્વારા આયોજિત ‘ઓફસાઇટ મોક ડ્રીલ’ હતી. ભવિષ્યમાં સર્જાનારી સંભવિત હોનારતો સામે વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન ચકાસવા માટે આ આયોજન કરાયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, સાયલા મામલતદાર અને જીપીસીબીના અધિકારીઓએ આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago