સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની વ્હારે સ્થાનિક ધારાસભ્ય અને અગરિયા આગેવાનો આવ્યા છે. તાજેતરમાં આવેલા કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ અગરિયાઓના તૈયાર મીઠાના પાક, ઘરવખરી અને ઝૂંપડાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ધારાસભ્ય પી.કે. પરમાર અને અગરિયા આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને ન્યાય અપાવવા રજૂઆત કરી હતી.
ધારાસભ્યએ માંગ કરી હતી કે, જે રીતે ખેડૂતોને પાક નુકસાની માટે 44,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, તેવી જ રીતે કુદરતી આફતનો ભોગ બનેલા અગરિયાઓને પણ વળતર ચૂકવવું જોઈએ. આ માટે અંદાજે 220 કરોડ રૂપિયાનું ખાસ પેકેજ જાહેર કરવાની માંગણી પણ કરવામાં આવી છે.
અગાઉના ‘તાઉતે’ વાવાઝોડા વખતે માત્ર 10% અગરિયાઓને જ સહાય મળી હોવાથી, આ વખતે તમામ જરૂરિયાતમંદ પરિવારોને ન્યાય મળે તેવો આગ્રહ રખાયો હતો. મુખ્યમંત્રીએ આ રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો…