ચોટીલાના નાયબ કલેક્ટરના થાનગઢના જામવાળીમાં દરોડા 5 કુવામાથી ગેરકાયદે કાર્બોસેલ ખનન ઝડપાયું
ટ્રેક્ટર, બે કમ્પ્રેશન મશીન, પાંચ ચરખીઓ, ત્રણ બકેટ, એક બાઈક સહીત 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યા
ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદાર ટીમે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા, જેમાં મોટી માત્રામાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપાયું હતું.
સ્થળ પર તપાસ કરતાં ગેરકાયદેસર રીતે કાર્યરત કુલ ૫ કાર્બોસેલના કૂવાઓ ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. આ કૂવાઓ પરથી ટીમે રૂપિયા ૧૫ લાખ ૫૦ હજારની અંદાજિત કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ૪૦ મેટ્રિક ટન કાર્બોસેલ, એક ટ્રેક્ટર, બે કમ્પ્રેશન મશીન, પાંચ ચરખીઓ, ત્રણ બકેટ, એક બાઈક જપ્ત કરીને તમામ મુદ્દામાલને તાત્કાલિક મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઈસમો સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ કોના દ્વારા ખોદવામાં આવ્યા હતા ? અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…