Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચુડાના નવી મોરવાડ નજીક જામનગર જતો રૂ.57.60 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

surendranagarupdate1@gmail.com 21 January 2026
SU Logo

દારૂ, ટ્રક સહિત 70.26 લાખનો મુદ્દામાલ જપ્ત – પોરબંરના ટ્રક ચાલકની અટકાયત

રાજસ્થાનથી મધ્ય પ્રદેશ અને ત્યાંથી ગુજરાતની ચેકપોસ્ટ વટાવી દાહોદ, બરોડા, ખેડા અને અમદાવાદ જિલ્લામાંથી ટ્રક પસાર થઇ ગયો, એલસીબીએ ઝડપી પાડયા

Join Our WhatsApp Group

Chuda Liquor Seized | લીંબડી-અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચુડા તાલુકાના નવી મોરવાડના પાટીયા પાસેથી ૫૭.૬૦ લાખનાં વિદેશી દારૂના જથ્થા સાથે પોરબંદરના ટ્રક ચાલકને સુરેન્દ્રનગર એલસીબી ટીમે ઝડપી પાડયો હતો.

ઝડપાયેલા શખ્સ પાસેથી ૪૩૯૬ વિદેશી દારૂ નો જથ્થો તથા સોયાબીન અને એક મોબાઈલ તથા ટ્રક મળીને પોલીસે કુલ રૂપિયા ૭૦.૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચાર શખ્સો વિરૂદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમનો સ્ટાફને ચુડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે લીંબડી-રાજકોટ હાઈવે પર ચુડા તાલુકાના નવી મોરવાડ ગામના પાટિયા પાસેથી બાતમી વાળા ટ્રકને ઉભો રાખી તપાસ હાથ ધરવામાં આવતાં સોયાવડીના કોથળા હટાવતાં તેની પાછળથી વિદેશી દારૂની ૪,૩૯૬ બોટલ (કિં.રૂ.૫૭,૬૦,૬૦૦) તથાં સોયાવડી મીણીયાની ૫૮૦ થેલી (કિં.રૂ ૨,૬૧,૦૦૦), એક મોબાઈલ (કિં.રૂ.૫,૦૦૦) તથાં ટ્રક (કિં.રૂ.૧૦,૦૦,૦૦૦) મળીને કુલ રૂપિયા ૭૦,૨૬,૬૦૦નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

પોલીસે ટ્રક ચાલક અજા ગલાભાઈ મોરી (રહે. ફુલીવાવ, પોરબંદર)ને વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો. તે અંગે પુછપરછ કરતાં જણાવ્યું કે ‘જગા રીણાભાઈ રબારી’નો ફોન આવ્યો હતો કે તારી ટ્રક લઈને રાજસ્થાન ભિલવાડાથી દારૂનો જથ્થો ભરીને જામનગર જવાનું છે અને ભાડું ૭૦ હજાર નક્કી કર્યું હતું. અજો મોરીને ભિલવાડામાં સહયોગ હોટલમાં જગાના માણસો તેની પાસેથી ટ્રક લઈને સોયાબીનની આડમાં દારૂનો જથ્થો ભરીને સહયોગ હોટલ ખાતે આપી ગયા હતા.

અજો મોરી ભિલવાડાથી ચિત્તોડગઢ, નિમરાણા મધ્ય પ્રદેશ થઈને દાહોદ, બરોડા, ખેડાથી અમદાવાદની દાહોદ, બરોડા, ખેડાથી અમદાવાદની બગોદરા થઈને લીંબડી અમદાવાદ રાજકોટ હાઈવે પર આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો લાવનાર અજો મોરી, જગો રીણાભાઈ રબારી, દારૂનો જથ્થો ભરી આપનાર તથાં એક અજાણ્યો શખ્સ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીંને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

અગાઉ તા. ૧૬મી જાન્યુઆરીએ લીંબડી નજીક પરશુરામ ધામ પાસેથી રૂ.૨૭.૫૩ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જેને લઈને પાણશીણા પોલીસ તથા લીંબડી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયાં હતાં. જ્યારે પાણશીણાના પાટિયા પાસે આવેલી ચેક પોસ્ટ પર પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક પસાર થતી હોય તેવું લાગી રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Liquor Raid (દારૂ રેડ) Navi Morwad Village (Ta.Chuda) નવી મોરવાડ ગામ (તા.ચુડા) Surendranagar LCB (સુરેન્દ્રનગર એલસીબી)

Post navigation

Previous: પાટડીઃ 9 વર્ષની બાળકીની છેડતી કરનાર 55 વર્ષીય નરાધમને 5 વર્ષની કેદ
Next: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલવા અંગે ‘આપ’ નેતાનો બફાટ: સત્તા સરકારની અને વચન ઉમેદવારનું

Related News

Limbdi DySP Team Raid on Illegal Country Liquor Furnace in Vejalka Village

વેજલકા ગામે દારૂની ભઠ્ઠી પર દરોડો: રૂ. 55 હજારનો દેશી દારૂ અને આથો જપ્ત

surendranagarupdate1@gmail.com 25 August 2026
Surendranagar Collector inspecting food quality at Velavadar Anganwadi Chuda

સુરેન્દ્રનગર લેક્ટરે ચુડાના વેળાવદર આંગવાડી મુલાકાત લીધી, ભોજનનો સ્વાદ ચાખ્યો

surendranagarupdate1@gmail.com 22 August 2026
news (2) (1)

ચુડાના સમઢીયાળા-કોરડા રોડ પરથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે યુવક ઝડપાયો

surendranagarupdate1@gmail.com 11 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add