Tarnetar Fair | તરણેતરના ભાતીગળ લોકમેળાને જિલ્લા કલેક્ટર અને સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો છે, પરંતુ રાઇડ્સ શરૂ કરવાની પરમિશન ન મળતા મેળો ફીક્કો સાબિત થઈ રહ્યો છે.
એક તરફ વરસાદ અને કાદવ-કીચડનું સામ્રાજ્ય છે, તો બીજી તરફ મોટી રાઇડો બંધ રહેતા પર્યટકો અને યુવા વર્ગમાં નિરાશા છે.
રાઇડ સંચાલકો દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અને સુરક્ષા અંગેની SOPનું યોગ્ય પાલન ન કરાતા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ટીમોએ પરમિશન આપી નથી.
હાઇટ, ફાઉન્ડેશન અને ઓપરેટર સંબંધિત ટેકનિકલ ખામીઓને લીધે માત્ર હાથથી ચાલતી નાની રાઇડો જ શરૂ થઈ શકી છે.
નેતાઓ અને અધિકારીઓ દ્વારા માત્ર ફોટો સેશન માટે ઉદ્ઘાટન કરાયાની ચર્ચાઓ વચ્ચે ચાર દિવસીય મેળાની સુરક્ષા અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.
દર વર્ષે મેળામાં 10 લાખથી વધુ લોકો ઉમટે છે, પરંતુ પ્રથમ દિવસે આયોજનના અભાવે જનમેદની ઓછી રહી છે. સુરક્ષાના નિયમોનું પાલન થાય તે બાદ જ રાઇડ્સ શરૂ કરવાની તંત્રની ભૂમિકા મહત્વની બની છે.
