Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

તરણેતરના મેળામાં 25 મેડિકલ ઓફિસર, 105 આરોગ્ય કર્મચારીઓની ટીમ રહેશે ખડેપગે

surendranagarupdate1@gmail.com 7 September 2026
Tarnetar Mela health care center and emergency ambulance service setup

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ તરણેતર ખાતે આગામી 14 થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે.

આ મેળામાં દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની આરોગ્ય સુરક્ષા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Group

મેળા દરમિયાન કોઈપણ સ્વાસ્થ્ય સબંધી કટોકટી કે ઈમરજન્સીને પહોંચી વળવા માટે 105 જેટલા આરોગ્ય કર્મચારીઓનો કાફલો 24 કલાક સતત ફરજ પર તૈનાત રહેશે, જેથી મુલાકાતીઓને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે.

મેળાના સ્થળે આવતા દર્દીઓને સ્થળ પર જ ત્વરિત અને પ્રાથમિક સારવાર મળે તે માટે 4 મુખ્ય સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેજ પાસે, બસ સ્ટેશન ટાંકા પાસે (થાન રોડ) અને સરા રોડ પરના કેન્દ્રો 24 કલાક કાર્યરત રહેશે, જ્યારે રમતગમતના મેદાન ખાતેનું કેન્દ્ર સવારે 8:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી સેવા આપશે.

આ ઉપરાંત કોઈપણ ગંભીર સ્થિતિને પહોંચી વળવા તરણેતર ખાતે ખાસ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે અને 4 એમ્બ્યુલન્સ તથા 108 સેવાઓ પણ સતત ઉપલબ્ધ રહેશે.

આ સમગ્ર આરોગ્ય વ્યવસ્થાને સુચારૂ રૂપે ચલાવવા માટે 25 મેડિકલ ઓફિસર, 7 મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, 34 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 27 ફીમેલ હેલ્થ વર્કર, 5 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને 7 ફાર્માસિસ્ટ સહિતનો સ્ટાફ ખડેપગે રહેશે.

મેળા સ્થળ સિવાય આસપાસના 4 સામૂહિક અને 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા અને ક્લોરીનેશન ટેસ્ટિંગ માટે 2 ખાસ ટીમો કાર્યરત રહેશે, જ્યારે સમગ્ર કામગીરીનું જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Tarnetar Fair (તરણેતરનો મેળો)

Post navigation

Previous: શ્રાવણના અંતિમ સોમવારે રતનપરની નિલકંઠ પ્રાઇમરી સ્કૂલમાં 12 જ્યોતિર્લિંગના દર્શન
Next: ઝાલાવાડમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને ઉભા પાક બચાવવા ખાસ માર્ગદર્શિકા

Related News

Closed rides and muddy ground due to lack of safety permission at Tarnetar fair Gujarat 2026

તરણેતર મેળામાં રાઇડ્સની પરમિશન ન મળતા સહેલાણીઓમાં નિરાશા

surendranagarupdate1@gmail.com 14 September 2026
Inauguration and muddy ground at Tarnetar fair due to rain in Surendranagar Gujarat 2026-1

નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ તરણેતર મેળાનો શુભારંભ કરાવ્યો

surendranagarupdate1@gmail.com 14 September 2026
Tarnetar Mela health care center and emergency ambulance service setup

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે

surendranagarupdate1@gmail.com 13 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add