Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ તરણેતર મેળાનો શુભારંભ કરાવ્યો

surendranagarupdate1@gmail.com 14 September 2026
Inauguration and muddy ground at Tarnetar fair due to rain in Surendranagar Gujarat 2026-1

Tarnetar fair | કંકુવરણી પાંચાળની ભોમકા પર જગવિખ્યાત તરણેતરના ભાતીગળ લોકમેળાનો નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય શામજી ચૌહાણ, કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી, ડીડીઓ કે.એસ. યાજ્ઞિક અને એસપી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ થયો છે.

ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરીને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અશોકસિંહ રાણા અને પ્રતાપ ખાચર પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનું પરંપરાગત કોટી અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

Join Our WhatsApp Group

માહિતી વિકાસ પ્રદર્શન અને પશુ પ્રદર્શન પણ ખુલ્લા મુકાયા હતા. આસ્થા અને પરંપરાનો મહાસાગર ગણાતા આ મેળામાં ગુજરાત, દેશભર તેમજ વિદેશથી પણ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. પ્રવાસન, સાંસ્કૃતિક અને રમતગમત વિભાગો દ્વારા સરકારી યોજનાઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

જોકે, છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસતા સાર્વત્રિક વરસાદ તથા ઋષિ પંચમીના સંયોગ વચ્ચે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયાં છે અને કીચડનું સામ્રાજ્ય છવાયું છે.

વરસાદી વિઘ્નને કારણે પ્રથમ દિવસે અંદાજિત 2,00,000 થી વધુ લોકોની સામે માત્ર 20,000 થી 30,000 લોકોની પાંખી હાજરી જોવા મળી છે. ખેલાડીઓને ઈજા ન થાય તે માટે પ્રથમ દિવસે ગ્રામીણ ઓલમ્પિક રદ્દ કરાઈ છે.

લાડવા ખાવાની સ્પર્ધા, ખોખો, રસાખેંચ, કબડ્ડી, 400 મીટર દોડ, ગોળાફેંક, લંગડી અને ભાલાફેંક જેવી રમતો સ્થગિત કરાઈ છે, જે કાલથી મશીનરીથી ગ્રાઉન્ડ સાફ કરી શરૂ કરાશે.

પશુઓને ઈજાગ્રત ન થાય તે માટે પશુ હરીફાઈ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી રાઇડ્સ પણ પ્રથમ દિવસે બંધ રાખવામાં આવી છે. ઋષિ પંચમીના દિવસે વરસાદ વરસવાની લોકવાયકા આ વર્ષે પણ સાર્થક સાબિત થઈ છે, જે ખેડૂતો અને પશુઓ માટે આશીર્વાદરૂપ છે.

તેમ છતાં, સંસ્કૃતિ અને ભુલાતા જતા વાજિંત્રોની યાદો તાજી કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો ધમધમી રહ્યા છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, મુરલી, રાવણહથ્થુ, ઢોલક, તબલા, મંજીરા, ડાકલા અને ડમરુ જેવા લુપ્ત થતા વાજિંત્રોના કલાકારોએ પ્રદર્શન કરી ઈનામો મેળવ્યા છે.

કાલથી ગાયન સ્પર્ધા અને ત્રીજા દિવસે પ્રસિદ્ધ હુડો રાસ મંડળી નૃત્ય સ્પર્ધા યોજાશે. તંત્ર દ્વારા માટી-કીચડ દૂર કરી આગામી દિવસોમાં મેળાને પૂરું જોશ આપવા સઘન તૈયારીઓ કરાઈ છે. પોલીસ અને વહીવટી તંત્ર ખડેપગે સુરક્ષા પૂરી પાડી રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: MLA Jagdish Makwana (ધારાસભ્ય જગદીશ મકવાણા) Premsukh Delu (પ્રેમસુખ ડેલુ) Shamji Chauhan (શામજી ચૌહાણ) Surendranagar Collector (સુરેન્દ્રનગર કલેકટર) Surendranagar SP (સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા) Tarnetar Fair (તરણેતરનો મેળો)

Post navigation

Previous: લીંબડીમાં પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાન મહાવીર સ્વામીને આંગીનો શણગાર
Next: વઢવાણમાં પેસ્ટીસાઇડ્સ એસોસિએશનનું મહાસંમેલન, નાયબ મુખ્ય દંડકનું વિશેષ સન્માન કરાયું

Related News

Closed rides and muddy ground due to lack of safety permission at Tarnetar fair Gujarat 2026

તરણેતર મેળામાં રાઇડ્સની પરમિશન ન મળતા સહેલાણીઓમાં નિરાશા

surendranagarupdate1@gmail.com 14 September 2026
Tarnetar Mela health care center and emergency ambulance service setup

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે

surendranagarupdate1@gmail.com 13 September 2026
Tarnetar Mela health care center and emergency ambulance service setup

તરણેતરના મેળામાં 25 મેડિકલ ઓફિસર, 105 આરોગ્ય કર્મચારીઓની ટીમ રહેશે ખડેપગે

surendranagarupdate1@gmail.com 7 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add