Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

રાજસીતાપુરના યુવાનોએ 500 વર્ષ જૂની વાવમાં સ્વચ્છતા અભિયાન છેડ્યું: હેરિટેજમાં સમાવવા માંગ

user 2 21 March 2026
રાજસીતાપુરના યુવાનોએ 500 વર્ષ જૂની  વાવમાં સ્વચ્છતા અભિયાન છેડ્યું: હેરિટેજમાં સમાવવા માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે ઐતિહાસિક વિરાસત પ્રત્યે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામની રાજપૂત શેરીમાં આવેલી અંદાજે 500 વર્ષ જૂની પૌરાણિક ‘અંબાજીની વાવ’ લાંબા સમયથી ઉપેક્ષિત અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બિસ્માર હાલતમાં હતી.

આ ઐતિહાસિક સ્થાપત્યની જાળવણી માટે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા, અંતે ગામના યુવાનોએ ‘જાત મહેનત ઝિંદાબાદ’નું સૂત્ર સાર્થક કર્યું છે. યુવાનોએ સ્વખર્ચે અને લોકફાળો એકત્રિત કરીને આ વાવની સંપૂર્ણ સાફ-સફાઈ હાથ ધરી તેને પુનઃ ભવ્ય સ્વરૂપ આપ્યું છે.

Join Our WhatsApp Group

આ વાવ ધ્રાંગધ્રાના પ્રખ્યાત પથ્થરો પર કરવામાં આવેલી સુંદર કોતરણી માટે જાણીતી છે, જેમાં અંબાજી માતાજી, હનુમાનજી અને ગણેશજીના મંદિરો પણ આવેલા છે. કલા અને સંસ્કૃતિનો બેનમૂન નમૂનો હોવા છતાં પુરાતત્વ વિભાગની ઉદાસીનતાને કારણે આ વાવ ખંડેર બની રહી હતી.

હવે ગ્રામજનોની પ્રબળ માંગ છે કે આ 500 વર્ષ જૂની ઈમારતને હેરિટેજ લિસ્ટમાં સમાવવામાં આવે, જેથી તેની કાયમી જાળવણી થઈ શકે અને આવનારી પેઢી આ ભવ્ય ઇતિહાસથી માહિતગાર રહી શકે. યુવાનોના આ પ્રયાસની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના કુંભારપરામાં 92 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
Next: સુરેન્દ્રનગરની કાયાપલટ થશે: 13.59 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત, દૂધરેજ તળાવનું લોકાર્પણ

Related News

dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 26 August 2026
dhrangadhra-viral-infection-cases-surge-monsoon-health-update

ધ્રાંગધ્રામાં વાઈરલ તાવનો કહેર, સરકારી હોસ્પિટલોની ઓપીડી હાઉસફુલ

surendranagarupdate1@gmail.com 22 August 2026
dhrangadhra-apmc-bjp-victory-mahesh-patel-chairman-race

ધ્રાંગધ્રા APMC ચૂંટણીમાં પૂર્વ ચેરમેન મહેશ પટેલ પર પસંદગી ઉતરે તેવી શક્યતા

surendranagarupdate1@gmail.com 20 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add