Surendranagar Child Missing : આજના ડિજિટલ યુગમાં બાળકોમાં મોબાઈલની લત ચિંતાજનક હદે વધી રહી છે, જેનો લાલબત્તી સમાન કિસ્સો સુરેન્દ્રનગર-વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં સામે આવ્યો છે.
અહીં ધોરણ 9 માં અભ્યાસ કરતા 14 વર્ષીય પ્રિન્સ રાઠોડ નામના બાળકને તેના પિતાએ મોબાઈલ મૂકીને અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે થોડો ઠપકો આપ્યો હતો. આ સામાન્ય વાત બાળકને મન પર લાગી આવતા તે ગુસ્સામાં અને રિસાઈને ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો.
બાળક મોડે સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા માતા-પિતા અને સગા-સંબંધીઓએ તાત્કાલિક વઢવાણ પોલીસ મથકે આ અંગે જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને જોઈને વઢવાણ પોલીસે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ‘નેત્રમ પ્રોજેક્ટ’ હેઠળ શહેરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરા ચેક કરતા આ બાળક નજીકની જ એક દુકાનમાં બેઠેલો જોવા મળ્યો હતો.
પોલીસે તેને પ્રેમથી સમજાવીને પોલીસ સ્ટેશન લાવી, DySP સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. માત્ર 6 કલાકની ટૂંકી જહેમત બાદ પુત્ર હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસનો આભાર માન્યો હતો.
પોલીસ અધિકારીઓએ બાળક અને પિતા બંનેને પ્રેમથી કાઉન્સિલિંગ કરી આગામી સમયમાં આવી ભૂલ ન કરવા તાકીદ કરી હતી.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…