Surendranagar

વઢવાણ GIDCના ગોડાઉનમાંથી 4.84 લાખનું શંકાસ્પદ અનાજ જપ્ત

Wadhwan GIDC | સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા વઢવાણ જીઆઇડીસી (Wadhwan GIDC)  વિસ્તારમાં ગેરકાયદેસર અનાજના સંગ્રહ સ્થાન પર એએસપી વૈદિકા બિહાનીએ વેશપલટો કરીને દરોડા પાડયા હતા.

ખાનગી બાતમીના આધારે  એએસપી પોતાની ટીમ સાથે ગ્રાઉન્ડ પર ઉતરી આવ્યા હતા અને જીઆઇડીસી વિસ્તારમાં ભાગ્યોદય પાર્ટી પ્લોટ નજીક આવેલા વેરહાઉસ સામેની ગલીમાં ગોડાઉન પર અચાનક દરોડો પાડયો હતો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર આ ગોડાઉન હોવા છતાં સ્થાનિક પોલીસ કે એલસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરી ન હતી.

આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ અનાજના જથ્થામાં ઘઉંના 209, ચોખાના 150 અને ચણાના 26 કટ્ટા જપ્ત કરવામાં આવ્યા છે, જેના વિવિધ નમૂના લઈ ટેસ્ટિંગ અર્થે મોકલાયા છે.

આ અનાજનો જથ્થો સરકારી સસ્તા અનાજનો હોવાની આશંકા છે. સસ્તા અનાજના દુકાનદારો પાસેથી ગ્રાહકોને ઓછું અનાજ આપી એકત્ર કરાતું હોવાનું માનવામાં આવે છે.

આ રેકેટ ચલાવતા પરેશ ગાંધી નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ છે, જે છેલ્લા અનેક વર્ષોથી આ વ્યવસાયમાં સંકળાયેલો છે.

પોલીસે રૂ. 4.84 લાખની કિંમતનો અનાજનો જથ્થો તથા ટ્રાન્સપોર્ટના વાહનો મળી કુલ રૂ. 10.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago