Surendranagar

સુરેન્દ્રનગર: નકલી IAS મેહુલ શાહે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સુરેન્દ્રનગર સીટી પોલીસ (Surendranagar City Police)ની કસ્ટડીમાં નકલી IAS મેહુલ શાહે (Mehul Shah) સીટી પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જઈ ફીનાઇલ (Phenyl) પી લેતાં સન્સનાટી મચી ગઈ છે.

ઘટના બનતાં જ પોલીસ સ્ટાફે તેને તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

આ આરોપી મેહુલ શાહે મહેસુલ વિભાગના (Revenue Department) ડુપ્લીકેટ ડાયરેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી 50 થી વધુ શિક્ષિત યુવાનોને તલાટીના (Talati) બોગસ જોઈનિંગ લેટર (Joining Letters) આપી કરોડો રૂપિયાની છેતરપિંડી (Fraud) આચરી હતી.

આ સમગ્ર કૌભાંડમાં સુરેન્દ્રનગર સીટી પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ (Remand) મેળવ્યા હતા. પૂછપરછ અને તપાસના ભાગરૂપે પોલીસ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) પણ લઈ ગઈ હતી.

20 August ના રોજ તેના રિમાન્ડ પૂર્ણ થવાના હોવાથી બપોરે તેને કોર્ટમાં (Court) હાજર કરવાનો હતો. તે જ સમયે આરોપીએ બાથરૂમ (Bathroom) જવાનું બહાનું બતાવી કસ્ટડીના બાથરૂમમાં પડેલું ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ (Suicide Attempt) કર્યો હતો.

આ સમગ્ર કૌભાંડની તપાસનો રેલો વાંકાનેર (Wankaner), રાજકોટ (Rajkot) અને અમદાવાદ સુધી પહોંચ્યો છે, જેમાં વાંકાનેરના એક મહિલા ભાજપ (BJP) અગ્રણીની સંડોવણી પણ સામે આવી છે. કસ્ટડીમાં આરોપીએ કરેલા આ પ્રયાસથી પોલીસ સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago