Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં મેસેજ ન મળતા ખેડૂતોનો હોબાળો

user 2 8 April 2026
Untitled design - 2026-04-08T105248.221

સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયામાં સર્જાયેલી અનિયમિતતાને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વઢવાણ તાલુકાના અંદાજે 6,000 ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ અત્યાર સુધી માત્ર 800 ખેડૂતોની જ ખરીદી પૂર્ણ થઈ શકી છે. ટીંબા સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવતા આ કેન્દ્ર પર વહીવટી મંજૂરીના અભાવે ખરીદી પ્રક્રિયા ધીમી પડી છે.

ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 24 કલાકથી નવા એપ્રુવલ મળ્યા નથી અને ખેડૂતોને ખરીદી માટેના મેસેજ પણ મોકલવામાં આવ્યા નથી. હાલમાં રોજના માત્ર 50 થી 60 ખેડૂતોને બોલાવવામાં આવે છે, જ્યારે ખેડૂતોની માંગ છે કે દરરોજ 300 થી વધુ ખેડૂતોની જણસી સ્વીકારવામાં આવે. ઓપન માર્કેટમાં ચણાના ભાવ પ્રતિ મણ 800 થી 900 રૂપિયા મળી રહ્યા છે, જેની સામે સરકાર દ્વારા 1175 રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કરાયો છે. આ ભાવ તફાવતને કારણે ખેડૂતો સરકારી ખરીદી પર નિર્ભર છે.

Join Our WhatsApp Group

હોબાળાની જાણ થતા જ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતોને શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે મેસેજ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી ખરીદી શરૂ કરવામાં નહીં આવે અને નાણાંની તાત્કાલિક ચુકવણી નહીં થાય તો આંદોલન તેજ કરવામાં આવશે. તંત્રની ઢીલી નીતિને કારણે હજારો ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: માનવતાની મહેક: સુરેન્દ્રનગરમાં રાહદારીઓની તરસ છીપાવવા ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ
Next: સુરેન્દ્રનગર મનપા કમિશનર ‘એક્શન મોડ’માં:: મોડા આવતા 58 કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી

Related News

WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026
SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

User 3 20 May 2026
BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

User 3 20 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add