Categories: Surendranagar

વઢવાણ હેરિટેજ સિટીની પૌરાણિક ઇમારતો બની ખંડેર

જાળવણીના અભાવે વઢવાણ ફરતે આવેલો ઐતિહાસિક ગઢ તૂટી રહ્યો છે..

આ ઉપરાંત ઐતિહાસિક ઈમારતો પણ જાળવણીના અભાવે બની રહી છે જર્જરિત..

વઢવાણમાં આવેલી વાવો દરવાજાઓ અને ઐતિહાસિક મંદિરો પણ બની ગયા છે ખંડેર..

વઢવાણ એક ઐતિહાસિક ગામ તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રસ્થાપિત થયેલું છે જેમાં વઢવાણમાં બનાવવામાં આવેલો પૌરાણિક કિલ્લો અલગ અલગ પ્રકારની પૌરાણિક વાવો ઐતિહાસિક ઇમારતો અને વઢવાણ ફરતે આવેલ ગઢ અને ઐતિહાસિક મંદિરો નો વિશાળ વારસો વઢવાણ શહેર ધરાવી રહ્યું છે પરંતુ તેની જાળવણીના અભાવના કારણે હાલમાં રાજા રજવાડાઓ દ્વારા બંધાવવામાં આવેલા ઐતિહાસિક ઇમારતો છે તે જર્જરીત બની જઈ રહી છે અને ઐતિહાસિક વારસાની જાળવણી કરવાની માંગ હવે ઉગ્ર બનતી જઈ રહી છે.

વઢવાણ ફરતે ગઢ આવેલો છે એક સમયે વઢવાણની રક્ષા માટે આ ગઢનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ ગઢ ઉપર ઇમારતો ઊભી કરી નાખવામાં આવી છે તો બીજી તરફ જે સ્થળે ગઢ છે ત્યાં ગઢના પથરા તૂટી ગયેલી હાલતમાં છે તેના રીનોવેશન પાછળ વિચારણા કરવામાં આવે તે જરૂરી છે કારણ કે સૌથી પૌરાણિક ગઢનો પૈકીનો સૌરાષ્ટ્રનો આ ગઢ વઢવાણ ફરતે આવેલો ગઢ ગણવામાં આવે છે તેની જાળવણી જરૂરી છે.

બીજી તરફ ગંગાવાવ અને માધાવાવ જેવી વાવો પણ આવેલી છે ત્યાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાળવણી કરવામાં આવતી નથી જેને લઇને વાવો પણ જર્જરીત બની ગઈ છે અનેક વખત પુરાતત્વ વિભાગ મહાનગરપાલિકા તેમજ કલેકટર કચેરીમાં સ્થાનિક લોકો અને વઢવાણ વાસીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી અને વાવ ની જાળવણી કરવાની માંગ કરવામાં આવી છે તે છતાં પણ તંત્ર તેની સામું જોવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક સમયે પાણીની અછત હતી ત્યારે વધવા સ્ટેટ દ્વારા આ વાવ નિર્માણ કરવામાં આવી હતી અને સમગ્ર સુરેન્દ્રનગરને એક સમયે પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું તે વાવ પણ હાલ જર્જરીત બની ગઈ છે..

વઢવાણમાં દરવાજાઓ અને બારી પણ આવેલી છે તેની હાલત પણ દૈન્ય છે સુરેન્દ્રનગરનું વઢવાણ હેરિટેજ સિટી તરીકે વિકસાવા માટેના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે પરંતુ તે છતાં પણ જે ઐતિહાસિક ઈમારતો છે તે જર્જરીત બની ગઈ છે રાણકદેવીનું મંદિર આવેલું છે ત્યાં પણ ચોમાસા દરમિયાન વરસાદનું પાણી અંદર મંદિરમાં પડી રહ્યું છે નજીકમાં પૌરાણિક મંદિરો પણ આવેલા છે ત્યાં પણ જાળવણીના અભાવના કારણે આ મંદિરો ખંઢેર બનતા જઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ મુદ્દે વિચારણા કરી અને વઢવાણના ઐતિહાસિક વારસાને જાળવી રાખવાના પ્રયત્ન કરવામાં આવે તેવી લોકમાં ગોઠવા પામે છે..

● વઢવાણ હેરિટેજ સિટી તરીકે વિકસાવા મહાનગરપાલિકા 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે – સર્વે કામગીરી શરૂ કરવામાં આવશે..

રાણકદેવીનું મંદિર મહાવીર સ્વામી ના પગલાં તેમજ ગંગાવાવ માધાવાવ તેમજ ભોગાવો નદી અને વઢવાણ ફરતે આવેલો ગઢ અને પૌરાણિક મંદિરો અને જુના ઐતિહાસિક વારસા વઢવાણમાં આવેલા છે તેની જાળવણી પાછળ મહાનગરપાલિકા દ્વારા 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે હાલ સર્વે માટેની ટીમો કામે લગાવવામાં આવશે તેવું પણ મહાનગરપાલિકાના કમિશનર ડો.નવનાથ ગૌવ્હાણે દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે વઢવાણ માં આવેલા તમામ ઐતિહાસિક સ્થળોને વિકસાવવા માટેની વિચારણા પણ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે પ્રથમ વખત 25 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સરકારમાં રજૂ કરી અને વઢવાણ ઐતિહાસિક ગામ તરીકે વિકસે તે પ્રકારના પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા હવે શરૂ કરવામાં આવ્યા છે..

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago