Surendranagar

એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં ‘ટેક્નોલોજી અને એઆઈ ફોર બિઝનેસ’ વર્કશોપ સંપન્ન

સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોમર્સ કોલેજની ઇનોવેશન ક્લબ (Innovation Club) દ્વારા વર્તમાન સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના (Artificial Intelligence) વધતા પ્રભાવને ધ્યાનમાં રાખી એક સપ્તાહના પ્રેક્ટિકલ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્કશોપના મુખ્ય ઉદ્દેશ્યો ‘સારથી’ (Sarathi) પ્રવૃત્તિ સ્ટેજ-1 હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી (Technology) દ્વારા રોજગારી અને સ્ટાર્ટઅપની (Startup) તકો વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવી ઇનોવેટિવ ટેકનિક્સનું સર્જન થાય અને તેઓ રોજગારીની તકો ઊભી કરી શકે તે હતો.

મુખ્ય વિષયો અને તાલીમ તા. 12 February, 2026 થી તા. 17 February, 2026 દરમિયાન ચાલેલા આ 6 દિવસીય વર્કશોપમાં નીચે મુજબના વિષયો આવરી લેવાયા હતા: AI આધારિત  વેબસાઈટ કેવી રીતે બનાવવી તેનું માર્ગદર્શન. ફોટો અને વીડિયો એડિટિંગ: એઆઈ (AI) આધારિત ફોટો અને વીડિયો ક્રિએશનની સમજ. યુટ્યુબ ક્રિએશન: YouTube ક્રિએશન અને ગ્રોથ ઇકોનોમી (Growth Economy) અંગે પ્રેક્ટિકલ જ્ઞાન.

તજજ્ઞોનું માર્ગદર્શન ક્લિક કંપની (Click Company) સુરતના ડાયરેક્ટર રાજેશભાઈ સુહાગિયા અને તેમની ટીમે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપી સ્ટાર્ટઅપની નવી દિશા બતાવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. દિલીપ આર. વજાણી, ડો. ઇજાન વૈદ્ય અને જાવેદ શેખે વર્ચ્યુઅલ (Virtual) હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર આયોજન ઇનોવેશન ક્લબના કોર્ડિનેટર ડો. રમેશભાઈ દાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago