Surendranagar SOG : સુરેન્દ્રનગરની SOG શાખા દ્વારા સુરેન્દ્રનગર સબ જેલ ખાતે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો હેતુ જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસાડવાના પ્રયાસોને રોકવાનો અને કાયદાનું કડક પાલન કરાવવાનો છે.
SOG સ્ટાફના જવાનોએ સુરેન્દ્રનગર સબ જેલના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને જેલના બેરેકનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન, બેરેક નંબર-૦૩ માં આવેલા બાથરૂમના ઉપરના ભાગેથી સંતાડેલા બે પ્રતિબંધિત મોબાઇલ ફોન અને એક મોબાઇલ ચાર્જર મળી આવ્યા હતા.
કુલ મળી આવેલ મુદ્દામાલની કિંમત આશરે ₹ ૧,૦૦૦/- જેટલી આંકવામાં આવી છે. જેલની સુરક્ષા અને કાયદાના ઉલ્લંઘન બદલ SOG સુરેન્દ્રનગર દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરનો ગુનો નોંધી, આગળની જરૂરી કાર્યવાહી માટે કેસ સુરેન્દ્રનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.
એસ.ઓ.જી. શાખા સુરેન્દ્રનગર દ્વારા સમયાંતરે ધ્રાંગધ્રા અને લીંબડી સહિતની સબ જેલોમાં આ પ્રકારના ચેકિંગ હાથ ધરીને જેલમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.આ મોબાઇલ જેલમા કોણ લાવ્યુ કેટલા સમયથી આનો ઉપયોગ થતો હતો કોની સાથે વાત થતી હતી એની તપાસ હાથ ધરાઇ
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…