Surendranagar

સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમનો અમદાવાદ ટુર્નામેન્ટમા વિજય થયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદ એવેન્જર ગ્રુપ દ્વારા ઓલ ગુજરાત સિનિયર સિટીઝન ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન થયેલ તેમા જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમે ફાઇનલ મેચમા પૂર્વ ચેમ્પિયન બરોડા ની ટીમને કારમો પરાજય આપી ચેમ્પિયન બનેલ.

તેને અનુલક્ષી શહેરની હોટેલમા ટીમનો સત્કાર સમારંભ યોજેલ જેમા આપણા સુરેન્દ્રનગર ના સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તથા ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા તેમજ લાયન્સ કલબ ઓફ ક્રાઉન સુરેન્દ્રનગરના દિગ્વિજયસિંહ ચુડાસમા ઉપસ્થિત રહીને ફાઇનલ મા બેસ્ટ પ્રદર્શન કરનાર ટીમના ખેલાડીઓ જેમા બેસ્ટ બેસ્ટમેન અમ્રતસિંહ મકવાણા બેસ્ટ બોલર વનરાજસિંહ પરમાર બેસ્ટ ફિલ્ડર તથા સીરીઝ ઓફ ધ ટુર્નામેન્ટ ભગીરથસિંહ ચુડાસમા તથા બેસ્ટ વિકેટકીપર પી.પી. જોશી તથા ટીમના કેપ્ટન જે.પી. રાણા ને તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન તથા સુંદર કેપ્ટનશીપ કરવા બદલ મોમેન્ટો આપી સન્માનિત કરવામા આવ્યા તથા પૂરી ટીમને મેડલ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. અને સુરેન્દ્રનગર ખાતે આવનારા ડિસેમ્બર મહિનામા ઓલ ઇન્ડિયા લેવલની સિનિયર સિટીઝન ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન બાબતે પણ ચર્ચા કરવામા આવી.

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

2 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago