સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુ અને ડિવિઝનના ASP વૈદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ જોરાવરનગર પોલીસ સ્ટેશનના ASP કરણકુમાર પન્ના અને તેમની ટીમ દ્વારા શહેરમાં 3 દિવસીય સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખાસ ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. આ 3 દિવસની કડક ચેકિંગ ઝુંબેશ દરમિયાન કુલ 117 વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે કુલ 35,700 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.
આ ઉપરાંત, શંકાસ્પદ અને નિયમભંગ કરનારા 11 વાહનોને કાયદેસરની કાર્યવાહી હેઠળ ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…