Surendranagar

સુરેન્દ્રનગર એસટી ડેપો હોળી-ધૂળેટી પર્વે એક પણ એક્સ્ટ્રા બસનું સંચાલન નહીં કરે

હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા રાજ્યભરમાં મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, સુરેન્દ્રનગર એસટી વિભાગે આ વર્ષે પ્રવાસીઓને મોટો ઝટકો આપ્યો છે. સુરેન્દ્રનગર ડેપો દ્વારા હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે એક પણ એક્સ્ટ્રા બસનું સંચાલન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરતી સંખ્યામાં મુસાફરો ન થતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. દર વર્ષે રાજકોટ ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગરથી વધારાની બસો મંગાવવામાં આવતી હતી, પરંતુ ચાલુ વર્ષે આવી કોઈ માંગણી ન આવતા ફાળવણી કરવામાં આવી નથી. આ નિર્ણયની સીધી અસર સુરેન્દ્રનગર જિલ્લામાં ખેત મજૂરી કરતા શ્રમિકો પર પડશે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને ગોધરા તરફ વતન જતાં મજૂરો માટે એસટી બસ આશીર્વાદરૂપ હોય છે, પરંતુ હવે એક્સ્ટ્રા બસોના અભાવે તેઓએ ખાનગી વાહનોમાં વધુ ભાડું ખર્ચીને અને હાલાકી વેઠીને મુસાફરી કરવી પડશે. સામાન્ય રીતે તહેવારોના સમયે એસટી વિભાગને મોટી આવક થતી હોય છે, પરંતુ સુરેન્દ્રનગર ડેપોના આ નકારાત્મક અભિગમ સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના આ નિર્ણયથી શ્રમિક પરિવારોની મુશ્કેલીઓ વધશે તે નક્કી છે.

user 2

Recent Posts

લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા

Limbdi Gambling Raid | સુરેન્દ્રનગર એલસીબી ટીમે (Surendranagar LCB) પાણશીણા પોલીસ સ્ટેશન (Panshina Police Station) વિસ્તારમાં…

1 day ago

લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા

Limbdi Gambling Raid | લીંબડીના બોરાણા ગામે તળાવની બાજુમાં વડોદ ગામે જવાના માર્ગે જાહેરમાં અમુક શખ્સો…

1 day ago

GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે

GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં…

2 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે જ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત, કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન…

2 days ago

સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ

PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી…

2 days ago

દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

Dudhrejdham Vadwala Mandir | સુરેન્દ્રનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે આગામી તારીખ 4 સપ્ટેમ્બર…

2 days ago