સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓને અંકુશમાં લેવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે કોમ્બિંગ નાઈટ અને પેટ્રોલિંગ દરમિયાન સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમને મોટી સફળતા મળી છે.
પાણશીણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોલાર પેનલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે. કટારીયા ગામની સીમમાં થયેલી આ ચોરીના મામલે પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ તેજ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસે શંકાસ્પદ (1) સહદેવભાઈ ઉર્ફે ભૂરો દિલીપભાઈ પરનાળીયાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની કડક પૂછપરછમાં (2) દેવરાજ ઉર્ફે બહાદુરભાઈ ધનજીભાઈ પરનાળીયા અને (3) કિશોર ઉર્ફે કાનાભાઈ બારડના નામો ખુલ્યા હતા.
આ ટોળકીએ અલગ-અલગ સ્થળોએ છુપાવેલી 24 નંગ સોલાર પેનલ પોલીસે રિકવર કરી છે, જેની બજાર કિંમત અંદાજે 2.16 લાખ રૂપિયા થાય છે. હાલ LCB દ્વારા આ ટોળકીએ અન્ય કોઈ સ્થળોએ ચોરી કરી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…