shriram finance
સુરેન્દ્રનગર (Surendranagar)માં ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નટવરગઢના એક શખ્સે શ્રીરામ ફાયનાન્સ કંપની (Shriram Finance Company) પાસેથી રૂ. 13 લાખ (13 Lakhs)ની લોન (Loan) પર ડમ્પર ખરીદ્યું હતું, પરંતુ માત્ર 5 હપ્તા ભરીને પેમેન્ટ બંધ કરી દીધું હતું.
કંપનીએ જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, આરોપીએ ફાઇનાન્સ કંપનીનું નકલી એનઓસી (NOC) બનાવીને આ ડમ્પર અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી દીધું હતું.
આરટીઓ (RTO) કચેરીમાં ઓનલાઈન તપાસ કરતા માલુમ પડ્યું કે, આ ડમ્પર હવે બળદેવભાઈ નામના વ્યક્તિના નામે બોલે છે. ફાઇનાન્સ કંપનીના ઓથોરાઈઝ્ડ ઓફિસર ભાવીનભાઈ ઠાકરે જણાવ્યું કે, તેમની કંપની દ્વારા કોઈ NOC આપવામાં આવ્યું ન હતું. આ મામલે કોર્ટના આદેશ બાદ જોરાવરનગર પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ ગુનો (Complaint) દાખલ કરવામાં આવ્યો છે. હવે પોલીસ તપાસ કરશે કે આ ડુપ્લિકેટ એનઓસી (Duplicate NOC) કોણે અને ક્યાં બનાવી આપી હતી.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…