Surendranagar

સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર ખાડાઓના કારણે વાહનચાલકોને હાલાકી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી ‘રિવરફ્રન્ટ’ પ્રોજેક્ટ હાલ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને વઢવાણ-સુરેન્દ્રનગર વચ્ચે ઝડપી અવરજવર માટે કરોડોના ખર્ચે બનેલા આ રિવરફ્રન્ટની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે.

ખાસ કરીને સાયન્સ કોલેજ સામેના જોખમી વળાંક પર મોટા ખાડાઓ પડી જવાથી અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. નબળી કામગીરીને કારણે રિવરફ્રન્ટ વારંવાર વિવાદોમાં રહ્યો છે અને હવે તેના નવીનીકરણની કામગીરી પણ અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સાયન્સ કોલેજ પાસે ઢાળ અને વળાંક હોવાથી વાહનચાલકો અચાનક ખાડો આવતા બ્રેક મારે છે, જેના કારણે પાછળથી આવતા વાહનો અથડાવાના બનાવો રોજિંદા બન્યા છે. આ જીવલેણ ખાડાઓને કારણે અનેક વાહનચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.

જોકે મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણનું કામ હાથ ધરાયું છે, પરંતુ લોકમાગ છે કે જ્યાં સુધી નવો રોડ તૈયાર ન થાય ત્યાં સુધી આ જોખમી ખાડાઓનું તાત્કાલિક પેચવર્ક કરવામાં આવે. તંત્રની આળસને કારણે કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે વહેલી તકે મરામત કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

6 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

6 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago